ભાવનગર / ક્રાઈમ બ્રેકિંગ:
ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં ગાડી આપવાની સામાન્ય બાબતના મનદુઃખમાં મિત્ર દ્વારા જ યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.
ઘટનાની વિગતો: મૃતક મોઇન શેખ પાસે અસલમ મહેબૂબભાઈ શેખે ગાડી માગી હતી. ગાડી આપવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે મિત્રો વચ્ચે ઝઘડો અને મનદુઃખ થયું હતું.
આરોપીઓની ધરપકડ: આ વાતની દાઝ રાખીને અસલમ શેખે તેના અન્ય સાગરીતો સંજય ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન અને જુલિયન સંજયભાઈ મેકવાનની મદદથી મોઇન શેખ પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.
પોલીસની સરાહનીય કામગીરી: હત્યાની ફરિયાદ દાખલ થતાં જ ઘોઘા પોલીસે ભારે ચપળતા દાખવીને ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.