અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

AMC પદાધિકારીઓની વરણી: ભાજપમાં મેયર પદની તૈયારી, તો કોંગ્રેસમાં ‘નેતા વિપક્ષ’ માટે જૂથવાદ ચરમસીમાએ, શહેઝાદખાન vs નીરવ બક્ષી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી ૨૬ મે, મંગળવારના રોજ મેયર સહિતના મુખ્ય ૫ પદાધિકારીઓના નામોની જાહેરાત થવાની છે. શાસક પક્ષ ભાજપમાં નામો લગભગ નક્કી માનવામાં આવે છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસમાં ‘નેતા વિપક્ષ’ની ખુરશી મેળવવા માટે ફરી એકવાર આંતરિક ગજગ્રાહ અને લોબિંગ તેજ બન્યું છે. લક્ઝુરિયસ કાર અને એસી ચેમ્બરના વૈભવ માટે ધારાસભ્યો પણ પોતાના માનીતા કોર્પોરેટરોને બેસાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

શહેઝાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે સીધી રેસ

૨૦૨૬ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ૩૨ કોર્પોરેટરો વિજેતા બન્યા છે. આ વખતે વિપક્ષના નેતા પદ માટે મુખ્ય બે જૂથો સામસામે છે. એક તરફ પૂર્વ નેતા શહેઝાદખાન પઠાણને રિપીટ કરવા માટે લોબિંગ ચાલી રહ્યું છે, તો બીજી તરફ સિનિયર કોર્પોરેટર નીરવ બક્ષી પણ આ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મહિલા નેતા તરીકે કામિનીબેન ઝા અને અર્ચનાબેન મકવાણાના નામો પણ ચર્ચામાં છે, પરંતુ ખરી ટક્કર પઠાણ અને બક્ષી વચ્ચે હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

જાતિગત સમીકરણોનું મહત્વ

કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરોમાંથી ૧૮ જેટલા કોર્પોરેટરો લઘુમતી સમાજના છે. આ સંજોગોમાં શહેઝાદખાન પઠાણને ફરીથી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વધુ છે. જોકે, પક્ષમાં સમતુલા જાળવવા માટે કોઈ હિન્દુ ચહેરાને આ પદ સોંપવાની પણ માંગ ઉઠી છે, જેના કારણે નીરવ બક્ષીનું પલ્લું પણ ભારે થઈ શકે છે.

ખુરશી માટે ધારાસભ્યોના ‘કાવાદાવા’

AMC માં વિપક્ષના નેતાને મળતા પ્રોટોકોલ, લક્ઝુરિયસ સરકારી કાર અને પાવરને કારણે કોંગ્રેસના ૨ પૂર્વ ધારાસભ્યો અને ૨ વર્તમાન ધારાસભ્યો પડદા પાછળ અત્યંત સક્રિય બન્યા છે. હાઈકમાન્ડ સમક્ષ પોતાના નજીકના વ્યક્તિને નેતા બનાવવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ૨૬મીએ મેયરની સાથે કોંગ્રેસ પોતાના વિપક્ષી નેતાનું નામ જાહેર કરી શકે છે કે પછી ગત ટર્મની જેમ આ વખતે પણ વિવાદ લાંબો ચાલશે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »