NRI લાઇફસ્ટાઇલ ભારતનો લલકાર મનોરંજનનો લલકાર અમદાવાદ

શંકર મહાદેવનના દેશભક્તિ ગીત પરથી લઇને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ચમક્યાં નૃત્યાંગના બીના મહેતા

સાંસ્કૃતિક / કલા-સાહિત્ય:ગુજરાતના પ્રખ્યાત અને બહુમુખી શાસ્ત્રીય નૃત્યાંગના અને નૃત્યનિર્દેશિકા બીના મહેતાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. ભરતનાટ્યમ અને કુચિપુડીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા બીના મહેતાએ પરંપરા અને નવીનતાનો સુંદર સંગમ રજૂ કર્યો છે.

 ‘સૂફી ક્લાસિકલ ડાન્સ’ના પ્રણેતા: બીના મહેતાએ ભરતનાટ્યમ, કુચિપુડી, મોહિનીયત્તમ, ઓડિસી અને કથક જેવી ૫ મુખ્ય શૈલીઓનો સમન્વય કરીને એક અનોખી આધ્યાત્મિક નૃત્યશૈલી ‘સૂફી ક્લાસિકલ ડાન્સ’ની રચના કરી છે.

 પ્રતિષ્ઠિત મંચો પર પ્રસ્તુતિ: તેમણે વારાણસીના ૧૦૧મા સંકટ મોચન સંગીત સમારોહ (૨૦૨૪), આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ, ખજુરાહો ફિલ્મ ફેસ્ટિવલ, સોમનાથ મહાશિવરાત્રી મહોત્સવ, યુએસએના ગ્લોરિયસ ગુજરાત ફેસ્ટિવલ અને દૂરદર્શનના ‘કૃષ્ણમયી’ જેવા અનેક મંચો પર સફળ પ્રસ્તુતિ આપી છે.

 દેશભક્તિ કલાત્મક અભિવ્યક્તિ: વર્ષ ૨૦૧૬માં પદ્મશ્રી શંકર મહાદેવનના સ્વરમાં ગવાયેલા સ્વતંત્રતા દિવસ વિશેષ ગીત “હિન્દુસ્તાન મેરી જાન” માટે તેમણે અદ્ભુત નૃત્યરચના કરી હતી.

 બહુમાન અને એવોર્ડ્સ: તેમની કલાસાધના બદલ તેમને ગૌરવ પુરસ્કાર (૨૦૧૪), ગ્લોરિયસ ગુજરાત એવોર્ડ (USA), ડોટર ઓફ ગુજરાત, ટાઈમ્સ પાવર વુમન એવોર્ડ અને FICCI FLO સહિત કેન્દ્ર સરકાર અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »