નેશનલ / પૉલિટિકલ બ્રેકિંગ:
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે અત્યંત આક્રમક રૂખ અપનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી જાહેરાત કરી છે.
બંધારણ પર પ્રહાર કર્યાનો આરોપ:
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે આ ત્રણેય મહાનુભાવોએ મળીને દેશના બંધારણ અને તેની મૂળ આત્મા પર સીધો પ્રહાર કર્યો છે. અમિત શાહના એ દાવા પર પલટવાર કરતા કહ્યું કે “મોદી ક્યાંય જવાના નથી”, રાહુલે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “તેઓ ક્યાંય જવાના નથી તે સાચું, પરંતુ અમે પણ તેમને ક્યાંય જવા દઈશું નહીં.”
બંધારણની રક્ષા માટે આરપારની લડાઈ:
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નફરત કે હિંસાની રાજનીતિમાં માનતી નથી, પરંતુ દેશના બંધારણ પર થતા આવા હુમલાઓ ક્યારેય સ્વીકાર્ય નથી. બંધારણના રક્ષણ માટે કાનૂની સ્તરે તમામ પગલાં લેવામાં આવશે.