રાજકોટ / ક્રાઈમ બ્રેકિંગ:
રાજકોટમાં ચર્ચાનો વિષય બનેલા ‘સરાઝા હોટલ દારૂપાર્ટી’ કેસમાં તપાસને લઈને એક પછી એક મોટા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હોટલમાંથી ઝડપાયેલી દારૂપાર્ટીમાં કેટલાક ‘મોટા માથાઓ’ અને પ્રભાવશાળી શખ્સો સંડોવાયેલા હોવા છતાં તેમને પાછલા બારણેથી છોડી મૂકવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
તપાસ અધિકારી સામે આંગળી ચીંધાઈ:
આ કેસમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને પક્ષપાતી વલણ સામે ભારે સવાલો ઊભા થયા હતા, જેના કારણે ઉચ્ચ સ્તરેથી કડક નોંધ લેવામાં આવી છે. વિવાદ વધતા આ મામલે જવાબદાર PI પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે.
હવે PI જે.એમ. કૈલા કરશે તપાસ:
લોકોમાં રોષ અને વિવાદને જોતા હવે આ ચકચારી સરાઝા દારૂપાર્ટી કેસની આગામી તપાસ પીઆઈ જે.એમ. કૈલાને સોંપવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે કેસમાં કયા નવા ખુલાસા થાય છે અને છૂટી ગયેલા પ્રભાવશાળી લોકો પર ગાજ પડે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.
રાજકોટ સરાઝા દારૂપાર્ટી કેસમાં મોટો ઘટસ્ફોટ: મોટા માથાઓને પાછલા બારણેથી છોડ્યાનો આક્ષેપ