બ્રેકિંગ ન્યૂઝ ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર

ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વૈષ્ણવો-સેવકોનો ભારે વિરોધ! ટ્રસ્ટી ગિરીશ દાણીનો કરાયો ઘેરાવ

ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વૈષ્ણવો-સેવકોનો ભારે વિરોધ: ટ્રસ્ટી ગિરીશ દાણીનો કરાયો ઘેરાવ, કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી સામે રોષ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ફરી એકવાર VIP કલ્ચરનો મુદ્દો અત્યંત ગરમાયો છે. મંદિર પ્રશાસન દ્વારા VIP દર્શન વ્યવસ્થા ઊભી કરવા અને મંદિર પરિસરમાં લાખો રૂપિયાના ખર્ચે વિશેષ સુવિધાઓ વિકસાવવાના આયોજન સામે સ્થાનિક વૈષ્ણવો અને સેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે વૈષ્ણવો અને સેવકોએ એકત્ર થઈને મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

કયા-કયા મુદ્દાઓને લઈને વૈષ્ણવો અને સેવકોમાં રોષ ભભૂક્યો?

મંદિરની પરંપરા અને સામાન્ય ભક્તોની સુવિધાઓને અવગણીને VIP મહેમાનો માટે કરાઈ રહેલી વ્યવસ્થા સામે ભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો છે:

  • કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી: મંદિરમાં VIP દર્શનની સરળ વ્યવસ્થા ઊભી કરવા માટે કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા વૈષ્ણવોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે.

  • મુખ્ય દ્વાર નજીક નવો VIP રેસ્ટ રૂમ: મંદિરના મુખ્ય દ્વાર નજીક સામાન્ય ભક્તો માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવાને બદલે નવો VIP રેસ્ટ રૂમ અને VIP હોલ બનાવવાના નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

  • લાખોના ખર્ચે વૈભવી સુવિધાઓ સામે સવાલ: VIP મહેમાનો માટે ખાસ AC બેઠક વ્યવસ્થા, અલાયદા ટોયલેટ-બાથરૂમ સહિતની આધુનિક સુવિધાઓ લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવાના આયોજન સામે ભક્તોએ સવાલો ઉઠાવ્યા છે.

“ડાકોર મંદિરમાં ‘કર્ણાવતી કલ્ચર’ ઠોકી બેસાડવાના પ્રયાસનો આક્ષેપ”

વિરોધ પ્રદર્શન કરી રહેલા વૈષ્ણવો અને સેવકોએ આક્ષેપ કર્યો હતો કે, મંદિરમાં ‘કર્ણાવતી કલ્ચર’ ઠોકી બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભક્તોનું કહેવું છે કે ભગવાનના દરબારમાં દરેક ભક્ત સમાન છે. દૂર-દૂરથી પગપાળા અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરવા આવતા સામાન્ય શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવાને બદલે VIP મહેમાનો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો યોગ્ય નથી.

હાલ ડાકોર મંદિરમાં VIP કલ્ચરનો આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પર ફેરવિચારણા કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »