બ્રેકિંગ ન્યૂઝ પોલિટિક્સ ગુજરાતનો લલકાર

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી ડામોરનું હાર્ટ એટેકથી નિધન

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી ડામોરનું હાર્ટ એટેકથી નિધન, રાજકીય જગત અને આદિવાસી સમાજમાં શોકની લાગણી

ગુજરાતના રાજકીય વર્તુળોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ આગેવાન હીરાજી વાલાજી ડામોરનું હાર્ટ એટેક (હૃદયરોગના હુમલા) ના કારણે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજ્યના રાજકીય જગત, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને આદિવાસી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

અરવલ્લીના મેઘરજ તાલુકાના વતની હતા હીરાજી ડામોર

સદ્ગત હીરાજી વાલાજી ડામોર મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામના વતની હતા. તેમણે પોતાના રાજકીય અને સામાજિક જીવન દરમિયાન શિક્ષણ ક્ષેત્રે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી.

ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વ્યક્ત કર્યું દુઃખ

હીરાજી ડામોરના નિધનથી ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનો તેમજ મેઘરજ અને અરવલ્લી પંથકના સ્થાનિક નાગરિકોએ સોશિયલ મીડિયા અને રૂબરૂમાં શોક સંદેશ પાઠવી સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »