બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ

ચાંદીના વરખમાં ચાંદીના બદલે એલ્યુમિનિયમ મળી આવતા ‘અનસેફ’ જાહેર; માવો, પનીર અને ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યા

AMC ફૂડ વિભાગના લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ મળી આવતા ‘અનસેફ’ જાહેર; માવો, પનીર અને ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ઠર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા તહેવારોની સિઝન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓનો લેબોરેટરી તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં મીઠાઈ, દૂધની બનાવટો અને નમકીન સહિતના કુલ ૧૪૧ શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા હતા, તેમજ તેલ અંગે ૧૧૫ ટી.પી.સી. (TPC) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કયા એકમોના ખાદ્યપદાર્થોના સેમ્પલ ‘અનસેફ’ અને ‘સબસ્ટાન્ડર્ડ’ ઠર્યા?

લેબોરેટરી તપાસમાં નીચે મુજબના એકમોના ખાદ્યપદાર્થોના નમૂના ધારાધોરણ મુજબ ન જણાતા ફેલ જાહેર કરવામાં આવ્યા છે:

એકમનું નામ અને વિસ્તાર ખાદ્યપદાર્થનો નમૂનો લેબ રિપોર્ટનું પરિણામ અને કારણ
એચ.એમ. વરખવાલા (કાલુપુર) ચાંદીનો વરખ (સિલ્વર લીફ) અનસેફ (અસુરક્ષિત) – ચાંદીના બદલે એલ્યુમિનિયમ મળી આવ્યું
પટેલ ચતુરભાઈ શિવરામ (માણેકચોક) મીઠો માવો સબસ્ટાન્ડર્ડ – ધારાધોરણ મુજબ ન જણાયો
શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (વટવા) મિક્સ ચવાણું સબસ્ટાન્ડર્ડ – ‘નોન-પરમિટેડ ફૂડ કલર’નો ઉપયોગ ખૂલ્યો
વિવેક ચાઈના ટાઉન – લારી (આંબાવાડી) ખાદ્યપદાર્થ / પનીર સેમ્પલ સબસ્ટાન્ડર્ડ – ગુણવત્તાના ધારાધોરણમાં ફેલ

ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમના નામે વેચનારા સામે થશે કડક કાર્યવાહી

ફૂડ વિભાગના અધિકારીઓના ધ્યાને આવ્યું છે કે શહેરમાં કેટલાક વિક્રેતાઓ ઉત્પાદક પાસેથી સસ્તા ભાવે ‘વેનિલા ફ્રોઝન ડેઝર્ટ’ ખરીદે છે, પરંતુ ગ્રાહકોને મેનુ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કે બિલમાં ‘વેનિલા આઈસ્ક્રીમ’ તરીકે દર્શાવીને ગેરમાર્ગે દોરે છે. ઉત્પાદનની સાચી ઓળખ છુપાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા આવા વિક્રેતાઓ સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

રોજિંદી ખાદ્યચીજોના નામે ગ્રાહકોને શું પધરાવાય છે? (ભેળસેળની આશંકા)

ફૂડ વિભાગની તપાસ મુજબ બજારમાં શુદ્ધતાના દાવા વચ્ચે ગ્રાહકોને અસલી ચીજોના નામે ભેળસેળયુક્ત ઉત્પાદનો પધરાવવામાં આવતા હોવાની પૂરી આશંકા છે:

  • આઈસ્ક્રીમ અને ચીઝ: શુદ્ધ દૂધના આઈસ્ક્રીમને બદલે વનસ્પતિ ચરબીવાળું ફ્રોઝન ડેઝર્ટ અને ચીઝને બદલે વનસ્પતિ ચરબી આધારિત ચીઝ વિકલ્પ કે સ્પ્રેડ આપવામાં આવે છે.

  • ટોમેટો સોસ: ટામેટાના બદલે ટામેટો સ્વાદવાળી ચટણી અથવા ‘સ્નેક ટચ-અપ’ તરીકે લેબલ કરેલું ઉત્પાદન વેચાય છે.

  • ઘી, મધ અને મસાલા: શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ, મધમાં ખાંડની ચાસણી, કેસર તરીકે રંગેલા રેસા, ચાંદીના વરખ તરીકે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજની ભેળસેળ થવાની સંભાવના રહેલી છે.

You may also like

Ahmedabad Food Festival
અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સાબરમતી નદીના કિનારે ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નું ઉદઘાટન, વૈશ્વિક વાનગીઓનો અનોખો જલસો

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી (તા. 13 નવેમ્બર 2025) ફૂડ ફેસ્ટિવલ-ફૂડ ફોર થોટ ફેસ્ટની થીમ અંતર્ગત શરૂ થઈ ગયો છે.
Winter Ahmedabad, Pollution
અમદાવાદ મહાનગરનો લલકાર

Air Pollution: અમદાવાદની હવા ઝેરીઃ AQI 200ને પાર

અમદાવાદઃ શિયાળું સીઝનમાં ગેસ ચેમ્બર બની જતા દિલ્હી સિટીમાં સ્થિતિ વણસી રહી છે. જોકે, આવી જ સ્થિતિ મહાનગર અમદાવાદની બની
Translate »