બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર ધર્મનો લલકાર

અક્ષરધામમાં દીવાળીની અલૌકિક રોશની: ૮ થી ૧૫ નવેમ્બર સુધી આઠ દિવસીય ‘પ્રકાશનું પર્વ દીપાવલી’નું ભવ્ય આયોજન!

ગાંધીનગર / ફેસ્ટિવલ બ્રેકિંગ:

રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દીવાળીના પાવન પર્વ નિમિત્તે અદભુત અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અક્ષરધામમાં આગામી ૮ થી ૧૫ નવેમ્બર દરમિયાન આઠ દિવસ સુધી ‘પ્રકાશનું પર્વ દીપાવલી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

 દિવ્ય રોશની અને આકર્ષણો:

આ આઠ દિવસના ભવ્ય ઉત્સવ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને એકસાથે ૧૦ હજાર દીવડાઓથી અલૌકિક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત મંદિરના વિશાળ ઉપવનોમાં (ગાર્ડન) વિશેષ ‘ગ્લો ગાર્ડન’ અને આકર્ષક ઇલેક્ટ્રોનિક રોશનીના તોરણો દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ અને હરિભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

 ૩૪ વર્ષ જૂની પરંપરા:

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અક્ષરધામમાં છેલ્લા ૩૪ વર્ષોથી આ પ્રકારે દીપોત્સવ ઉજવવાની પરંપરા અવિરતપણે જળવાઈ રહી છે, જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »