બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ પોલિટિક્સ અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

MLAના ભત્રીજાની બેફામ રેન્જ રોવરની ટક્કરે 1નું મોત, ગણતરીના સમયમાં જામીન મળતા પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલ

અમદાવાદના શીલજ સર્કલ પાસે હિટ એન્ડ રન: MLAના ભત્રીજાની રેન્જ રોવરની ટક્કરે નિર્દોષનું મોત, ગણતરીના સમયમાં જામીન મળતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શીલજ સર્કલ પાસે ફરી એકવાર રફતારનો કહેર અને ‘હિટ એન્ડ રન’ની ગંભીર ઘટના સામે આવી છે. ધારાસભ્ય દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની બેફામ રેન્જ રોવર કારની ટક્કરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. જોકે, આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કર્યા બાદ ગણતરીના સમયમાં જ જામીન પર મુક્ત કરી દેવાતા કાયદો અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

શું છે સમગ્ર ઘટના?

૧૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં શીલજ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કારે એક રેપિડો બાઇકને જોરદાર ટક્કર મારી હતી:

  • નિર્દોષનું કરુણ મોત: આ અકસ્માતમાં બાઇક પર સવાર ઘાટલોડિયાના રહેવાસી અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હર્ષદકુમાર પુરબીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિમ્સ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.

  • બાઇક ચાલકને ઈજા: રેપિડો બાઇક ચાલક ૫૦ વર્ષીય પ્રદીપકુમાર ડોડવાલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

  • પાર્ટી પતાવી પરત ફરતો હતો આરોપી: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો આરોપી રાઘવેન્દ્ર કુશવાહ કલોલ ખાતે મિત્રની ન્યૂ યર પાર્ટી પતાવીને મિત્રોને ઇસ્કોન પ્લેટિનમ મૂકવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

CCTV અને નંબર પ્લેટના આધારે ઝડપાયો, પણ તરત મળ્યા જામીન

બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારના નંબર (GJ-27-0600) ના આધારે તપાસ કરીને રાઘવેન્દ્ર કુશવાહની અટકાયત કરી હતી. આ કાર તેના પિતા મહેશ કુશવાહાના નામે રજિસ્ટર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે કાર કબજે કરી FSL અને RTO તપાસ માટે મોકલી આપી છે. પરંતુ ૭ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોવાનું કારણ આગળ ધરી પોલીસે BNSS 35(3) મુજબ નોટિસ આપી, નિવેદન નોંધીને આરોપીને જામીન પર મુક્ત કરી દીધો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસ પર શંકાના વાદળ

આ સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. આરોપીએ અકસ્માત સમયે નશો કર્યો હતો કે કેમ અને તેના મેડિકલ તેમજ ડ્રગ્સ ટેસ્ટ અંગે પોલીસ હાલ અસ્પષ્ટ વલણ અપનાવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી માહિતી મુજબ:

  • ૬ મહિના પહેલા પણ સર્જ્યો હતો અકસ્માત: આ જ રાઘવેન્દ્ર કુશવાહે માત્ર ૬ મહિના પહેલા પ્રાંતિજ પાસે નશાની હાલતમાં ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. તે સમયે આ જ રેન્જ રોવર કાર એટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ હતી કે ઈન્સ્યોરન્સ પાસ થયા બાદ પણ ₹૪ લાખનો ખર્ચ થયો હતો.

  • ઉચ્ચ અધિકારી અને નેતાઓની ભલામણની ચર્ચા: એવી પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે આ નબીરાને બચાવવા માટે એક ઉચ્ચ પોલીસ અધિકારી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને રાજકીય ભલામણો પણ થઈ રહી છે.

એક હસતો-રમતો પરિવાર ઉજડી ગયો હોવા છતાં, પૈસા અને રાજકીય વગ ધરાવતા આરોપી સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસ તંત્ર તેને છાવરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક સ્તરે થઈ રહ્યો છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »