બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ભારતનો લલકાર અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

દિવાળી પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન: શહેરમાંથી ગેરકાયદેસર રહેતા ૬૧ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત!

અમદાવાદ / ક્રાઈમ બ્રેકિંગ:
દીવાળીના તહેવારો પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક મોટું અને નિર્માણાત્મક અભિયાન હાથ ધર્યું છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેગા ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૬૧ વિદેશી નાગરિકોની અટકાયત કરી છે.
તમામ નાગરિકો બાંગ્લાદેશના વતની:
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુપ્ત બાતમી અને સર્વેલન્સના આધારે અમદાવાદના વિવિધ ઝોનમાં એકસાથે સંકલિત દરોડા પાડવામાં આવ્યા હતા. અટકાયતમાં લેવાયેલા તમામ ૬૧ નાગરિકો બાંગ્લાદેશના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે.
દસ્તાવેજોની ચકાસણી અને ડિપોર્ટેશનની કાર્યવાહી:
હાલ અટકાયતમાં લેવાયેલા તમામ શખ્સોના ઓળખપત્રો, પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી શરૂ કરવામાં આવી છે. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ તમામ વિદેશી નાગરિકોના દેશનિકાલ  માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ઘૂસણખોરો અને શંકાસ્પદ ઇસમો વિરુદ્ધનું આ અભિયાન આગામી દિવસોમાં પણ સઘનપણે ચાલુ રહેશે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »