બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું: ૧૨ કલાકમાં આગના ૧૨૬ કોલ, બોપલ-પ્રહલાદનગરમાં બનાવો વચ્ચે એક વ્યક્તિનું રેસ્ક્યુ

અમદાવાદ:

દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે અમદાવાદ શહેરમાં ફાયર બ્રિગેડના સાયરનોનો સતત ગુંજારવ સંભળાતો રહ્યો હતો. રોશની અને ફટાકડાના ઉલ્લાસ વચ્ચે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) માટે આ રાત ભારે દોડધામ ભરી સાબિત થઈ હતી. શહેરમાં અલગ-અલગ સ્થળોએ ફટાકડા અને અન્ય કારણોસર આગ લાગવાના અનેક બનાવો સામે આવતાં ફાયર વિભાગ સતત એલર્ટ મોડ પર રહ્યો હતો.

૧૨ કલાકમાં ફાયર કંટ્રોલ રૂમમાં ૧૨૬ કોલ

આંકડાકીય વિગતો મુજબ, દિવાળીના દિવસે બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધીના સમયગાળામાં જ કંટ્રોલ રૂમને આગ અંગેના ૧૦૭ ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે ૮ નવેમ્બરની સાંજે ૬ વાગ્યાથી ૯ નવેમ્બરની સવારે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાક દરમિયાન આ આંકડો વધીને સીધો ૧૨૬ કોલ પર પહોંચી ગયો હતો.

બોપલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં આગની ઘટનાઓ

શહેરના પોશ અને ગીચ વિસ્તારો ગણાતા બોપલ, પ્રહલાદનગર, નવરંગપુરા તેમજ ઔદ્યોગિક વિસ્તાર નારોલ સહિતના વિસ્તારોમાં ફટાકડાના તણખા કે અન્ય કારણોથી આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ નજીકના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઈટરોની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે રવાના થઈ હતી અને જહેમતપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો.

એક નાગરિકનું સફળ રેસ્ક્યુ, મોટી જાનહાનિ ટળી

આ સમગ્ર કામગીરી દરમિયાન એક સ્થળે લાગેલી આગમાં ફસાયેલી વ્યક્તિનું ફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા વાપરીને રેસ્ક્યુ કર્યું હતું અને સહીસલામત બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ફાયર ટીમોની ત્વરિત અને સતર્ક કામગીરીના કારણે શહેરમાં કોઈ મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »