ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ફિલ્લમનો Show ખાખીની ખટપટ

₹૨૦૦ કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહીની કોર્ટમાં મોટી જુબાની: સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા!

દિલ્હી / ક્રાઇમ બ્રેકિંગ:
સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કુખ્યાત રૂ. ૨૦૦ કરોડના ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહીએ દિલ્હીની એક અદાલતમાં સરકારી સાક્ષી (Approver) તરીકે પોતાની મહત્વપૂર્ણ જુબાની નોંધાવી છે. અદાલતમાં નોરાએ આ કેસ સંબંધિત અનેક અંદરની વાતો સામે રાખી છે.
કોર્ટમાં નોરા ફતેહીનો ખુલાસો:
કોર્ટ સમક્ષ નિવેદન આપતા નોરાએ જણાવ્યું હતું કે તે ચેન્નાઈમાં સુકેશની પત્ની લીના પૉલોઝ દ્વારા આયોજિત એક ચેરિટી શોમાં હાજરી આપવા માટે ગઈ હતી. તે દરમિયાન સ્પીકર ફોન પર તેની વાત સુકેશ ચંદ્રશેખર સાથે થઈ હતી. સુકેશ અને તેની પત્નીએ પ્રભાવિત કરવા માટે તેને મોંઘી ગાડી (કાર) ભેટમાં આપવાની વાત કરી હતી.
આગામી તારીખ:
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં ન્યાયિક કાર્યવાહી આગળ ધપાવતા અદાલતે આ મામલાની આગામી સુનાવણી આગામી ૩૦ નવેમ્બર ના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી ફિલ્લમનો Show

ગુરુવારનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે; કન્યા રાશિના જાતકોને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામો મળશે
Translate »