ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

જમવા બાબતે થયેલો કંકાસ લોહિયાળ બન્યો:પત્નીએ છરીના ઘા ઝીંકી પતિની કરી ઘાતકી હત્યા

અમદાવાદ:

શહેરમાં સામાન્ય તકરારમાં જીવલેણ હુમલા અને હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં માત્ર જમવા જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પત્નીએ જ પતિની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હોવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે.

રસોડામાંથી છરી લાવી છાતીમાં ઘા ઝીંક્યો

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, આ ચોંકાવનારી ઘટના નરોડા સ્માર્ટ સિટી-૨માં બની છે. મૃતક દિલીપભાઈ અને તેમની ૩૪ વર્ષીય પત્ની નિર્મલાબેન વચ્ચે જમવાની બાબતને લઈને બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલી હદે વકર્યો કે આવેશમાં આવી ગયેલી નિર્મલાબેને રસોડામાંથી તીક્ષ્ણ છરી લાવી પતિ દિલીપભાઈની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા મારી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે વધુ પડતું લોહી વહી જવાને કારણે દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે આરોપી પત્નીને ગણતરીના કલાકોમાં દબોચી

ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા બાદ ફરાર થવાની ફિરાકમાં રહેલી આરોપી નિર્મલાબેનને પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ અને બાતમીદારોની ચોક્કસ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હતી.

પરિવારમાં શોકનો માહોલ, પોલીસ તપાસ તેજ

સામાન્ય ઘરકંકાસનો આવો લોહિયાળ અંત આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીમાં આવેશમાં આવીને હત્યા કરવામાં આવી કે પછી તેની પાછળ અન્ય કોઈ જૂની અદાવત કે લાંબા સમયથી ચાલતો વિવાદ જવાબદાર હતો, તે દિશામાં નરોડા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »