પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર અમદાવાદ મહાનગરનો લલકાર

ગુજરાત કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ:રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનાર ૪૯ હોદ્દેદારો સસ્પેન્ડ!

અમદાવાદ / ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:
ગુજરાત યુથ કોંગ્રેસ સંગઠનમાંથી અત્યંત મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘વોટ ચોરી’ના મુદ્દે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શન તથા કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા ગુજરાતના યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
૨૪ જિલ્લા પ્રમુખો સહિત ૪૯ હોદ્દેદારો સસ્પેન્ડ:
ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) દ્વારા લેવાયેલા આ કડક પગલાં અંતર્ગત રાજ્યભરના કુલ ૪૯ જેટલા મહત્વના હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં સ્ટેટ સેક્રેટરીઓ ઉપરાંત ખાસ કરીને ૨૪ જેટલા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનો પણ સમાવેશ થાય છે, જેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
શિસ્તભંગ સામે હાઈકમાન્ડની કડક ચેતવણી:
આ તમામ હોદ્દેદારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પક્ષના હોદ્દેદારોની ઉદાસીનતા અને ગેરહાજરીને લઈને હાઈકમાન્ડ દ્વારા લેવાયેલા આ સપાટાથી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »