ગાંધીનગર / પોલિટિકલ બ્રેકિંગ:
આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પાટનગર ગાંધીનગર ખાતે એક વિશાળ ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરગામથી અંબાજી સુધી સફળતાપૂર્વક યોજાયેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ બાદ આજે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે,જેને લઈને રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
તમામ વર્ગના લોકોને ગાંધીનગર પહોંચવા આહવાન:
આ અંગે માહિતી આપતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે,ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે સમાજના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર પધારે. તેમણે આ સંમેલનને શોષિતો અને સામાન્ય પ્રજાના હક્ક માટેનો અવાજ ગણાવ્યો હતો.
ભાજપની તાનાશાહી સામે ચૈતર વસાવાની લડત:
સરકાર પર આકરા પ્રહારો કરતાં ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે,સત્તા પક્ષ ભાજપની કથિત તાનાશાહી સામે કોઈ પણ ડર વગર સાહસ અને હિંમતથી લડવાનું કામ ચૈતર વસાવા કરી રહ્યા છે.લોકોના અધિકારોની લડાઈને વધુ મજબૂત કરવા માટે આ સંમેલન એક નિર્ણાયક વળાંક સાબિત થશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.