ગાંધીનગર / સ્પોર્ટ્સ બ્રેકિંગ:
આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં અદભુત પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું નામ રોશન કરનાર એશિયન ગેમ્સ તથા પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કુલ ૧૮ ખેલાડીઓને રૂ. ૯.૨૭ કરોડથી વધુની પ્રોત્સાહક ઇનામી રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
દિગ્ગજ ખેલાડીઓનું સન્માન:
ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને રાધા યાદવને પ્રત્યેકને રૂ. ૬૬ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા અંજનાબેન બુંબડીયાને રૂ. ૨ કરોડ, લોંગ જમ્પમાં સિલ્વર વિજેતા નિમિષા સી.એસ.ને રૂ. ૧ કરોડ, તેજલબેન ડામોરને રૂ. ૧.૫ કરોડ અને રાકેશભાઈ ભટ્ટને રૂ. ૧ કરોડની સહાય આપવામાં આવી છે.
પેરા ટેબલ ટેનિસ અને અન્ય રમતોના વિજેતાઓ:
પેરા ટેબલ ટેનિસ સ્ટાર ભાવિનાબેન પટેલને રૂ. ૭૫ લાખ, સોનલબેન પટેલને રૂ. ૫૦ લાખ અને માનુષ શાહને રૂ. ૨૫ લાખ એનાયત કરાયા છે. આ સિવાય હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને અંકિતા રૈના સહિત સહભાગી ખેલાડીઓનું પણ આર્થિક સહાય આપીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. જે ખેલાડીઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમને ડીબીટી (Direct Benefit Transfer) મારફતે સીધી જ બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવશે.