રાજકોટ / ક્રાઈમ:
રાજકોટના પૉશ કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં LCB દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ આ કેસ દિવસેને દિવસે વધુ રહસ્યમય અને ચર્ચાસ્પદ બનતો જાય છે. બર્થડે પાર્ટીની આડમાં ચાલી રહેલી આ હાઇ-પ્રોફાઇલ દારૂની મહેફિલમાં મોરબીના જાણીતા અને ખ્યાતનામ વરમોરા ગ્રુપ (Vormora Group)ના સભ્યોની હાજરી હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે.
પાર્કિંગમાંથી મળી આવી લક્ઝુરિયસ કાર:
તપાસ દરમિયાન હોટલના પાર્કિંગમાંથી એક ફોર્ચ્યુનર કાર (GJ 36 AP 5834) મળી આવી છે, જે આરટીઓ (RTO)ના રેકોર્ડ મુજબ ગ્રેનિટો કંપનીના નામથી રજિસ્ટર થયેલી છે. આ ખુલાસા બાદ મામલો માત્ર સ્થાનિક સ્તરનો ન રહેતા મોટા ઉદ્યોગઘરાણાઓ સાથે જોડાઈ ગયો છે.
પોલીસની કામગીરી અને શંકાના ઘેરામાં તપાસ:
આટલી મોટી મહેફિલ ઝડપાયા છતાં પોલીસ તપાસની ધીમી ગતિ અને પારદર્શકતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું રિપોર્ટ આવ્યા પહેલા જ કોઈ રાજકીય કે ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ આરોપીઓને બચાવવાનો ખેલ પાડવામાં આવી રહ્યો છે? તેવા ગંભીર સવાલો ચર્ચાના એરણે ચડ્યા છે.